Otlo ઓટલો on Clubhouse

Otlo ઓટલો Clubhouse
19 Members
Updated: Apr 30, 2024

Description

ઓટલો
ઓટલો નામ આવે એટલે તરત જ કોઈ પોળ નું ઘર અને ઘરની બહાર પથ્થરનો ઓટલો અને ઓટલા પર બેઠેલી કોઈ પ્રૌઢા કે ઓટલા પર જામેલી મંડળી નજર સામે તરવરી ઊઠે.મારું બાળપણ પોળમાં વીત્યું. મને યાદ છે કે ઓટલા ઉપર જાતજાતની પ્રવૃત્તિ પાંગરતી .એમાં પછી ભાજી વિણવાની હોય કે ભરતગુંથણ હોય ,શાક સમારવાનું હોય કે નવા ખરીદેલાં દાગીના વસ્ત્રો કે સાવ સામાન્ય ઘરવખરી બતાડવાની હોય ,કે આવનારા તહેવારો અંગેની વ્યવસ્થા કરવાની વાત હોય કે સાથે બહાર જવાની વાત હોય ,પાણીની પડતી તકલીફ ,વાતાવરણનો બફારો ,શિયાળાની ઠંડી ,વસાણાની નવી રેસીપી ,કામવાળાનો ત્રાસ ,બાળકોની સમસ્યા ,રાજકીય સમસ્યા ,નવા પિક્ચર વિશેની ટીકા- ટિપ્પણ કે કોઈની જાહેર કે અંગત જીવનની રસભરી પંચાત -આ આ તમામ વાતોનો એકમાત્ર પુરુષ જાતિ વાચક સાક્ષી કોઈ હોય તો એ ઓટલો છે.
જેટલી રસપ્રદ ઓટલાની બપોર હોય છે એટલી જ રસિક ઓટલાની સાંજ પણ હોય છે. સાંજના સમયે વ્યવસાયિક જગતથી થાકીને આવેલા પુરુષોના દિવસભરના ભરચક કામનો ઓટલો સાક્ષી બને છે. એવું નથી કે પુરુષો પંચાત નથી કરતા. કરે છે. પણ એમના વિષયમાં રસિકતા વધુ હોય છે. કોઈ સુંદર સ્ત્રી એમની પંચાતનો સુંદર વિષય હોઈ શકે છે. ઘરથી માંડીને દેશ અને દુનિયા સુધીની આર્થિક સમસ્યા, વૈશ્ચિક રાજકારણ સાથે સાથે કઈ કિટલીની ચા, ક્યાં ના ભજીયા, ક્યાં નું પાન, ક્યાં નો દારૂ સૌથી સારા હોય એ વાતની ચર્ચા માં ઓટલા પર બેઠેલા પુરુષો ઘરમાં પત્નીની કચકચ ની પીડા પણ વ્યક્ત કરી લેતા હોય છે. ઓટલો સ્ત્રી અને પુરુષ બંનેનો સધિયારો બને છે. કંઈ કેટલાય સંબંધોને ઓટલો હળવા બનાવે છે, કેટલાય સંબંધો ઓટલાની સાક્ષી એ પાંગરે છે અને મજબૂત પણ બને છે. ઓટલો સંબંધોમાં સ્લેબ ભરવાનું કામ કરે છે.
ઓટલો કોઈની એકલતાનો પર્યાય બને છે, તો કોઈનો જીવનભરનો સાથી બની ઘણી વાતો પણ કરી લેતો હોય છે.

Last 30 Records

Day Members Gain % Gain
April 30, 2024 19 0 0.0%
February 16, 2024 19 0 0.0%
January 01, 2024 19 0 0.0%
November 18, 2023 19 0 0.0%
October 17, 2023 19 0 0.0%
September 17, 2023 19 0 0.0%
August 19, 2023 19 0 0.0%
July 17, 2023 19 0 0.0%
June 23, 2023 19 +1 +5.6%
March 21, 2023 18 0 0.0%
March 05, 2023 18 0 0.0%

Charts

Some Club Members

More Clubs